12 th fail Movie
12th fail Movie
આ ફિલ્મનું નામ 12th fail છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિનોદ ચોપરા દ્વારા કરવામાં આવ્યું છે. જે એક ભારતીય ફિલ્મ નિર્માતા સંપાદક અને અભિનેતા છે. ફિલ્મ નો પ્રકાર જીવન ચરિત્ર અને નાટક છે. ફિલ્મનો સમયગાળો બે કલાક અને 27 મિનિટ છે. 12th fail ફિલ્મ મનોજકુમાર શર્માની સત્ય ઘટના પર આધારિત છે. જે એક યુવાન છે. તેણે 12 માં ધોરણની પરીક્ષા પાસ કરી હતી. આ વાર્તા ચંબલ જિલ્લાના બેલગાંવ ના ગ્રામીણ વિસ્તારમાં રહેતો અને 12 માં ધોરણ માં નપાસ થયેલો મનોજકુમારની છે. તે એક એવી શાળામાં અભ્યાસ કરે છે. જ્યાં તેના મુખ્ય શિક્ષક વિદ્યાર્થી અને પરીક્ષા દરમિયાન ચોરી કરવા માટે મદદ કરે છે. તે સમયે એક DSP અધિકારી આવે છે. અને પરીક્ષામાં ચોરી ન કરવાનો પ્રતિબંધ મૂકે છે. શિક્ષક વિદ્યાર્થી ઓને પરીક્ષામાં ચોરી કરવા માટે મદદ કરે છે. તે મુખ્ય શિક્ષકને ધરપકડ કરે છે.
એક દિવસે મનોજ તેજ DSP અધિકારીને મળે છે. અને તે મનોજ ને પરીક્ષા દરમિયાન ચોરી ન કરવાની સલાહ આપે છે. તે સમજાવે છે અને તે તેમને વધુ સારી રીતે સમજ આપે છે. આથી તે DSP અધિકારીની આ પ્રેરણાથી મનોજ IPS અધિકારી બનવાનું ધ્યેય નક્કી કરે છે. આમ મનોજ ને અભ્યાસ દરમિયાન ઘણી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. મનોજ તેના પ્રમાણિકતા હિંમત અને સાહસથી પરિસ્થિત ઓને દૂર કરે છે. મનોજ તેની પ્રિય શારદા વચ્ચેના સંબંધો પણ દર્શાવે છે. તે મનોજ ને અભ્યાસ દરમિયાન ટેકો આપે છે. મનોજ તેના દ્રઢ અને નિશ્ચય પરિણામથી UPSની પરીક્ષા પાસ કરી IPS અધિકારી બને છે.
આ 12th fail ફિલ્મ લોકોને આ સંદેશો આપે છે કે નિષ્ફળતા એ અંત નથી પરંતુ સફળતા નુ પગથિયું છે. મનોજ પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખે છે. મનોજ ને તેના મિત્ર અને પરિવારના સ્વજનો તરફથી પણ સમર્થન મળે છે. તેથી તે સફળની સિદ્ધિ તરફ આગળ વધે છે. મનોજ ના પિતા પણ નિષ્ઠાવાન પ્રમાણિક અને સત્યાર્થી હોય છે. તે કોર્ટમાં પ્રમાણિકતાથી કોર્ટમાં કેસ લડે છે. અને અંતે વિજયના પંથ તરફ આગળ વધે છે. આમ મનોજ ની યાત્રા નિષ્ફળતાઓથી ભરેલી હતી. પરંતુ મનોજે ક્યારે હાર માની નહીં. આમ કેટલી વાર નિષ્ફળ જાય છે તે મહત્વનું નથી પરંતુ મહત્વનું એ છે કે તે પોતાની જાત પર આત્મવિશ્વાસ રાખે છે. તેથી તે સખત મહેનત પરિશ્રમ કરે છે અને હિન્દુસ્તાનની સૌથી કઠિન પરીક્ષા પાસ કરી IPS અધિકારી બને છે.
Comments
Post a Comment