Expect Lecture in Economic

        

                        Market structure 

                

               બિરસા મુંડા ડ્રાઇવર યુનિવર્સિટી રાજપીપળા ખાતે.   તા. 23/02/2026  સોમવારના રોજ  School of Arts Economics ફેકલ્ટી માં Expect Lecture નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે અને મુખ્ય વક્તા તરીકે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા સાહેબ હતા. જેમાં School of Arts અને Commerce ના Principle ડૉ.અમિતકુમાર ધોળકિયા સાહેબ અને ડૉ. મિત વાધેલા  ડૉ. રાજુ રાઠોડ  ડૉ. ગીરીશ મકવાણા અને ડૉ. ભરત પરમાર જેવા અનેક પ્રોફેસર હાજર રહ્યા હતા. તેમજ B.A Economics ફેકલ્ટી ના Sem 2,4 અને 6 ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

                પ્રો. હેમિલ્ટન મહિડા  એ Market structure Topic ઉપર તેમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શરૂઆતમાં તેમણે અર્થશાસ્ત્ર વિશે બેઝિક માહિતી આપી હતી. ત્યારબાદ તેમણે Market structure શું છે. તે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું. તેમણે બજારના માળખા વિશે સમજાવતા જણાવ્યું હતું કે બજારના વિવિધ પ્રકારો હોય છે. તેમ Market structure ના પણ વિવિધ પ્રકારો હોય છે. તેમ સમજાવ્યું હતું. 

              જેમાં બજાર નો અર્થ, બજાર ના પ્રકારો, માંગ પુરવઠો ખર્ચ ,ખર્ચ નો અર્થ , ખર્ચના ખ્યાલો, આવક, આવકના ખ્યાલો, હરીફાઈ વાળું  બજાર, પૂર્ણ હરીફાઈ વાળું બજાર, ઇજારો ઇજારા યુક્ત બજાર, વગેરે અનેક મુદ્દાઓ વિશે અમને ખૂબ ઊંડાણપૂર્વક સમજ આપી હતી. અને શરૂઆતમાં અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ વિશે અમને ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને અર્થશાસ્ત્ર આપણને આપણા જીવનકાળ દરમિયાન કેવી રીતે ઉપયોગી બનશે તે ની વિશે અમને સમજાવ્યું હતું.

              ત્યારબાદ રાષ્ટ્રીય ગીત નું ગાન કરી પ્રો. ગિરીશ મકવાણા સાહેબ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. આમ આ રીતે Expect Lecture ની પૂર્ણવૃત્તિ કરવામાં આવી હતી.


Comments

Popular posts from this blog

Web Content Writing

પત્ર લેખન