મારુ બાળપણ
બાળપણ એટલે મોજ મજા મસ્તી અને આનંદ.
મારો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. મારું નામ નગીન કુમાર છે. મારા માતા-પિતાનો હું એકનો એક દીકરો છુ. મારા પિતાજી ખેતી કરે માં ઘરકામ કરે અને પિતાજીને ખેતી કામમાં મદદ કરે. જ્યારે હું બે ત્રણ વર્ષનો થયો ત્યારે મને બાલમંદિરમાં દાખલ કરવામાં આવ્યો. શરૂઆતમાં મને બાલ મંદિર જોવુ ગમતું ન હતુ. થોડા સમય પછી નવા મિત્ર બનાવ્યા ત્યારે બાલમંદિરે જવા ગમવા લાગ્યું. બાળપણમાં સવારે મન ફાવે ત્યારે પથારીમાંથી ઊઠવાનુ અને મમ્મી બ્રશ આપે ત્યારે બ્રશ કરવાનું અને મમ્મી નાહવા લઈ જાઈ ત્યારે અનેક બહાના કરવાના અથવા રડવાનું. સમય પસાર થતા હું મોટો થયો. બાળપણમાં મમ્મી પપ્પા સાથે હું અને મારી નાની બહેન ખેતરે જતા અને જ્યાં ઝાડ નીચે હિંચકો ઝૂલતા અને ખૂબ મસ્તી કરતા. સમય પસાર થતા હું પહેલા ધોરણમાં દાખલ થયો. હું પહેલા ધોરણમાં હતો ત્યારે હોશિયાર વિદ્યાર્થી હતો. શાળામાં દાખલ થતા નવા મિત્રો જોડે ખુબ મસ્તી કરતો. અને અનેક રમતો રમતા અને ખૂબ મજા કરતા.
બાળપણમાં અમને દાદાજી અનેક વાર્તા કહેતા. ક્યારે અમે સાંભળતા સાંભળતા જ ઊંઘી જતા. અમને ચોક્કસ યાદ નહીં હોય પરંતુ .જ્યારે હું બીજા કે ત્રીજા ધોરણમાં હતો ત્યારે મારા પપ્પા રોજ રાત્રે કક્કો એબીસીડી બારાક્ષરી અને ઘડિયા વગેરે પાંચ પાંચ દસ દસ વખત લખવા આપતા. મને આજે પણ એ દિવસો યાદ છે કે અમે રાત્રે લખતા લખતા જ સુઈ જતા.
રવિવારના દિવસે સો મિત્ર નદીએ નાહવા કે જંગલમાં ફરવા જતા. જંગલમાં ફરવા જતા ત્યારે જુદા જુદા ફળફળાદી ખાતા. જેમાં જાંબુ આબલી સીતાફળ જેવા અનેક ફળફળાદી ખાતા. બાળપણમાં સો મિત્ર રજાના સમયે ગામના પાદરે ભેગા થતા. ત્યાં પીપળાનું મોટું વૃક્ષ છે ત્યાં અમે બધા રમત રમતા. જેમાં આબલી પીપલી અને સંતાકૂકની જેવી રમતો રમતા. અમે રમત રમવામાં એટલા લીન થઈ જઈએ કે ઘરે જવાનું પણ ભૂલી જઈએ. અને સાંજના સમયે ઘરે જઈએ. હું આજે પણ મારા બાળપણને સ્મરણ કરું છું.
.
Comments
Post a Comment